Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત

Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત 

જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે આગની ઘટના સામે આવી છે. રળોલ ગામમાં એક પીકઅપ વાન અને મકાનમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક પીકઅપ વાનમાં અચાનક આગ લાગી જતા તેણે વિકરાળ રુપ ધારણ કર્યું હતું. આ આગ એટલી વિકરાળ બની કે, એક મકાન પણ આગની લપેટમાં આવ્યું હતું. આગના લીધે 3 જિંદગી હોમાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.                                                

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola