છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષકે કરી શિક્ષકની હત્યા, પોલીસ તપાસમાં શું થયો ખુલાસો?
Continues below advertisement
નસવાડીમાં એક શિક્ષકે જ શિક્ષકની નિર્મમ હત્યા નિપજાવી હતી. લિંડા મોડલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મેરામન પીઠીયાની કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠીયાએ જ હત્યા કરી હતી. આરોપી શિક્ષકે મૃતક શિક્ષકના પત્ની અને દિકરી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે. મૃતક શિક્ષકના પત્ની અને દિકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શિક્ષક અને આરોપી શિક્ષક કૌટુંબિક ભાઈ હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement