Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ

Continues below advertisement

 મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં શિક્ષકોને અપાયેલી BLOની કામગીરીને લઈ શૈક્ષીક મહાસંઘે વિરોધ કર્યો. રાજ્યભરમાં શૈક્ષીક મહાસંઘના હોદેદારોએ વિવિધ માગને લઈને આવેદનપત્ર આપ્યું..શૈક્ષણિક કાર્ય પુરૂં કર્યા બાદ પણ તેમને વધારાની ચૂંટણી સંબંધિત ફરજો સોંપવામાં આવી રહી છે, જેના કારણે ભારે કામનો બોજ સહન કરવો પડે છે. વધારાની કામગીરીના કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર થઈ રહી છે. શિક્ષકોએ માગ કરી કે,BLOની ફરજો માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આવે, જેથી શિક્ષકો પરનો વધારાનો ભાર ઘટે. હાલ એક BLOને સરેરાશ 1400 મતદારોની વિગતો એકત્ર કરવાની અને તેમની ઑનલાઈન એન્ટ્રી કરવાની જવાબદારી પણ હોય છે.BLO તરીકે ફરજ દરમિયાન શિક્ષકોના વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર થઈ જતા હોય છે, જેના કારણે કસમયે ફોન આવવા ઉપરાંત, ઘણા લોકો વ્યક્તિગત માહિતી પણ પૂછતા હોય છે. ઘણી વખત તો રાતના 11 વાગ્યા સુધી ફોન આવતા હોવાનો પણ આરોપ છે..અનેક શાળાઓમાં બાળકોના શિક્ષણ પર અસર થઈ હોવાનો દાવો. ચૂંટણી પંચની કામગીરી માટે અલગ કેડરની કરાઈ માગ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola