Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા ધોરણ 1, 6, 7, 8 અને 12 ના પાઠ્યપુસ્તકોમાં બદલાવ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ફેરફારો નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે.

આ બદલાવ અંતર્ગત, ધોરણ 1 માં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણપણે બદલવામાં આવશે.  તેવી જ રીતે, ધોરણ 6 માં અંગ્રેજી વિષયના પુસ્તકમાં નવો અભ્યાસક્રમ જોવા મળશે.  ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકોમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવશે.  ઉપરાંત, ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી સહિત તમામ વિષયોના પુસ્તકોમાં બદલાવ થશે.  માધ્યમિક શિક્ષણમાં, ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓથી વધુ સારી રીતે વાકેફ કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola