Nitin Patel Statement: મુસલમાનોના અત્યાચાર ભૂલવાના નથી, ...ભૂત ગમે ત્યારે ધૂણે છે...: નીતિન પટેલનું સ્ફોટક નિવેદન

કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા આયોજિત ચેટીચાંદ મહોત્સવમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનમાં મુસલમાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને ભૂલવા નહીં અને તેમનું ભૂત ગમે ત્યારે ધૂણી શકે છે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને પણ બિરદાવ્યું હતું.

શનિવારે (૨૯ માર્ચે) કડીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે સિંધી કોઈ ધર્મ નથી, પરંતુ ભારતના હિન્દુઓના ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. તેમણે કહ્યું કે અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો નિરાશ્રિત બનીને ભારત આવ્યા હતા.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ જે અત્યાચાર કર્યા છે તે ભૂલવા જેવા નથી. તેમણે વર્તમાન પરિસ્થિતિને ટાંકીને કહ્યું કે હજુ પણ ગમે ત્યારે મુસલમાનોનું ભૂત ધૂણી શકે છે, જેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ફરી જોવા મળ્યું છે જ્યાં ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola