Tapi News: તાપી જિલ્લાના વરજાખણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
તાપીના ડોલવણમાં પતિએ પત્ની અને સાત વર્ષની પુત્રીની હત્યા બાદ કરી આત્મહત્યા. આરોપી જતીને બંનેને ગળેટૂંપો આપી કરી હત્યા. બાદમાં પોતે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. પોલીસે સમગ્ર બાબતે હાથ ધરી તપાસ.
તાપી જિલ્લાના વરજાખણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર. ગામીત ફળીયામાં જતીન પટેલ નામના શખ્સે પત્ની સુલોચના પટેલ અને સાત વર્ષની દીકરી મિશ્વાકુમારીને ગળેટુંપો આપીને હત્યા કરી. પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ જતીન પટેલે પણ ગળેફાંસો આખીને જીવન ટૂંકાવી દીધુ. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના સમાચાર મળતા પોલીસ પણ દોડતી થઈ. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. જો કે હજુ સુધી જતીન પટેલે પત્ની અને પુત્રીની હત્યા બાદ પોતે કેમ આત્મહત્યા કરી તે અંગેનું કારણ સ્પષ્ટ થયું નથી.. પોલીસે પણ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે..