ખેડૂતોને ધિરાણના વ્યાજને લઈને સરકાર આપશે મોટી રાહત

Continues below advertisement

ગાંધીનગર: ટૂંકી મુદત પાક ધીરાણમા વ્યાજ સહાયનો પરિપત્ર ન થવાના મામલે નવા સમાચાર સામે આવ્યા છે. ટુંક સમયમાં કૃષિ વિભાગ દ્વારા વ્યાજ સહાય અંગેનો પરિપત્ર કરવામાં આવશે. પાક ધિરાણ પર વ્યાજ સહાય અંગેનો પરિપત્ર ન થવાથી ખેડૂતો પરેશાન છે. પરિપત્ર ન થવાથી બેંકો દ્વારા પાક ધીરાણ માટે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કેન્દ્ર સરકારની 3 ટકા અને 4 ટકા વ્યાજ સહાય રાજ્ય સરકાર આપે છે.કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા વ્યાજ સહાયનો પરિપત્ર કરી દેવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરાય બાદ પરિપત્ર ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે કૃષિ વિભાગ દ્વારા ટુક સમયમાં વ્યાજ સહાય અંગેનો પરિપત્ર કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram