CR Patil: દોષિતોને કોઈપણ રીતે નહીં છોડાય: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સી.આર પાટીલનું નિવેદન
વડોદરાના પાદરા નજીક આવેલ ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વ્યક્ત કર્યુ દુઃખ. દોષિતોને કોઈપણ રીતે નહીં છોડાય
વડોદરાના પાદરા નજીક આવેલ ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વ્યક્ત કર્યુ દુઃખ.. વડોદરામાં યોજાયેલા રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી કે દુર્ઘટના સમયે કોઈની પણ સરકાર હોય ચોક્કસ તપાસ કરતી હોય છે.. એ જ રીતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ ગુજરાત સરકારે પગલા લેવાના શરૂ કર્યા છે.. કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.. એટલુ જ નહીં.. દોષિતોને કડકમાં કડ સજા થાય તે માટે પોતે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવી ખાતરી આપી..