છેલ્લા સાત દિવસથી પાણી ન આવતા સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર-3ના સ્થાનિકોએ કર્યો હોબાળો
Continues below advertisement
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર -૩ ના રહીશો અને મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. વોર્ડ નંબર - ૩ માં આવેલા અમન પાર્કમાં છેલ્લા ૭ દિવસથી પાણી વિતરણ કરવામાં ના આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પાણીની નવી પાઇલાઇન નાખવામાં આવી હોવા છતાં પાણી ન મળતા મહિલાઓએ હોબાળો કર્યો હતો.
Continues below advertisement