રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ નહિવત, સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદનો વિરામ
રાજ્યના ખેડૂતો (Farmers) માટે ખરાબ સમાચાર. રાજ્યમાં આગામી 10 દિવસ વરસાદ (rains) નહિવત હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાવણી બાદ જ્યારે પાણી જરૂરિયાત હોય છે ત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી હાલ વરસાદે વિરામ લીધો છે.