જામનગરના સીદસર ગામે આવેલ ઉમિયા માતાજી મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલશે
જામનગરના જામજોધપુરના સીદસર ગામે આવેલા કડવા પાટીદારોના કુળ દેવી ઉમિયા માતાજીનું મંદિર આવતી કાલથી ભક્તો માટે ખોલવામાં આવશે. કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ પ્રથમ વાર મંદિર ખોલવામાં આવી રહ્યું છે. જોકે, આ દરમિયાન સરકારના આદેશ અનુસાર તમામ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. મંદિરમાં આવતા ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે.