Junagadh News | MLA લાડાણી અને જિ.પ્રમુખનો વીડિયો વાયરલ, જુઓ જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું?

Continues below advertisement

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં માણાવદરના MLA અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમ્મર વરસાદી બાઢ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે હતા. તે દરમિયાન નાગલપુર ગામનો વીડિયો વાઇરલ થયેલ જેમાં MLA લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ સામે સ્થાનિકો પોતાનો રોષ ઠાલવતા હોય.. વિડિઓમા જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ કેદ થયેલ જોવા મળ્યા હતા. આ બાબતે હરેશ ઠુંમ્મર દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મેંદરડાના નાગલપુર ગામે ઘટના બની હતી. ગામનો પૂલ તૂટી જવાના કારણે તેઓ ત્યા ગયેલ. પરંતુ જે રજુઆત કરી રહેલ હતા તે જાણી જોઈને ઉગ્રતાથી વાત કરી રહ્યા હતા. રજુઆત કરનાર જ્યા જવુ શક્ય ન હોય તેવી જગ્યા પર નિરીક્ષણ માટે તેમને લઇ જવા ઉગ્રતાથી જણાવી રહ્યા હતા. સાથે વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા. અંતે તેઓ પણ માણસ અને માનવ સહજ સ્વભાવના કારણે તેઓ પણ ઉગ્ર થયા હોવાનું તેમને સ્વીકાર્યું હતું.. ઉપરાંત હરેશ ઠુંમ્મર દ્વારા રજુઆત કરનારનો નાતો આપ પાર્ટી સાથે હોવાના પણ આક્ષેપ કરાયા હતા.. મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લામા વરસાદી તારાજી બાદ માણાવદરના MLA અને જિલ્લા પંચાય પ્રમુખ મેંદરડા પંથકમાં નિરીક્ષણ અર્થે હાલ પ્રવાસ કરી રહેલ છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram