લોકોમાં માન્યતા છે કે, દર્દીને ઓક્સિજન પર લીધો એટલે હવે હોસ્પિટલમાં જ દાખલ કરવો પડે પણ.....
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે, લોકોમાં ભયનો માહોલ પણ છે. ત્યારે કોરોનાને લઈ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે, તમારી પાસે ઘરમાં રહેવાની સુવિધા હોય અને ડોક્ટર કહે કે, શરુઆતનો તાવ છે, વધારે લક્ષણો નથી અને આપણે પેરાસિટેમોલ અથવા એન્ટીબાયોટિકની દવા આપે અને પ્રવાહી વધારે લો અને આરામ કરો એવું કે અને ઘરમા ઓઈશોલેશન માટે વ્યવસ્થા હોય તો વધારે સારું. ઓક્સિજન આપ્યા બાદ 97 થી 98 લેવલ રહેતું હોય તો ગભરાવાની જરૂર નથી. જે-તે દવા યોગ્ય સમયે લેવાથી જ ફાયદો થયા છે. હોમ આઈસોલેશનમાં પુષ્કળ પ્રવાહી લેવું જોઈએ અને આરામ કરવો જોઈએ. કોરોના દર્દીને હોમ આઈસોલેશનમાં રાખી હાઈડ્રેશન મેન્ટેન કરો અને પેરાસિટેમોલ આપીને ફિવરની સાયકલ તોડો તો 100માંથી 80 દર્દીઓને કશું કરવાનું હોતું નથી.
Continues below advertisement