રાજ્યમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં ત્રણ દિવસ યલો એલર્ટ
અંગ દઝાડતી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. સૌરાષ્ટ્ર- કચ્છ અને વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ હિટવેવની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી રહી છે.