Kheda Rape Case | પાડોશી જ બન્યો હેવાન..., ખેડામાં 3 બાળકી પર દુષ્કર્મના આરોપથી હડકંપ, શેતાન ચંદ્રકાંત પટેલની ધરપકડ

Continues below advertisement

ખેડા જિલ્લામાં ચકચારિત ઘટના સામે આવી વસો તાલુકા માંથી વસો તાલુકાના ત્રણ સગીર વયની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ અને એક સગીર વયની બાળકીને કર્યા શારીરિક અડપલા 


ખેડા જીલ્લાના વસો માં ત્રણથી ચાર બાળકીઓ પર હેવાન દ્વારા દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે.નરાધમ પડોશી દ્વારા 8 થી 11 વર્ષની બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાતા વસો પોલિસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હેવાને અશ્લીલ વીડીયો પણ ઉતાર્યો હોવાનુ સામે આવ્યું છે.પોલિસે આરોપીને ઝડપી પાડવા સાથે તેનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે.સમગ્ર મામલે હાલ પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.


વિકૃત માનસિકતા ધરાવતા 56 વર્ષિય આધેડ એવા ચંદ્રકાંત પટેલે પોતાના પડોશમાં રહેતી માસૂમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી હતી.તેણે ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું છે.તેમજ એક બાળકીને અડપલા કરાયા હોવાનો આરોપ છે.નરાધમે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડીયો પણ ઉતાર્યો હોવાની માહિતી મળી રહી છે. ગત રાત્રે બાળકીને અડપલા કરતા તે બાબતે બાળકીની માતાએ પોલિસ ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત સામે આવી હતી.પોલિસ ફરિયાદ નોંધાતા પોલિસ દ્વારા મામલાની ગંભીરતાને લઈ જીલ્લા પોલિસ, ડીવાયએસપી,એલસીબી સહીતના અધિકારીઓ વસો પોલિસ મથકે પહોંચ્યા હતા.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ બાબતે એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે પોક્સો અને બીએનએસ,આઈટી એક્ટની સંલગ્ન કલમોને આધારે ફરિયાદ દાખલ થયેલ છે.તાત્કાલિત આ બાબતને ગંભીરતાથી લઈ જીલ્લા પોલીસની તમામ ટીમ કામે લાગેલી છે.એફએસએલની મદદ લઈ અલગ અલગ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે.આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.સમગ્ર તપાસમાં કોઈ જ ચૂક ન રહી જાય અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ ચાલુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram