Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat weather forecast next 7 days: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. વાતાવરણમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ અને પવનોની બદલાયેલી દિશાને પગલે રાજ્યભરમાં ફરીથી સારો એવો વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સિઝનના અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં હજુ પણ સરેરાશ 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની વિસ્તૃત માહિતી મુજબ, અત્યારે ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સર્જાઈ છે. આ સાથે જ 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ લાઇન પણ એક્ટિવ મોડમાં છે. હાલ દક્ષિણ-પશ્ચિમથી લઈને પશ્ચિમ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ત્રણ પરિબળો ભેગા થવાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે, જેના ભાગરૂપે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola