Gujarat Rain Forecast : હજુ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભૂક્કા ! આજે ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

Continues below advertisement

Gujarat Rain Forecast : હજુ ગુજરાતમાં વરસાદ બોલાવશે ભૂક્કા !  આજે ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

Today Rain Forecast News: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં જ વરસાદે કહેર વર્તાવ્યો છે. ક્યાંક ગોઠણ સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાયા છે. મોટાભાગના નદી-નાળા અને ડેમો ઓવરફ્લો થયા છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે પણ 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આજે અહીં ખાબકશે ધોધમાર વરસાદ 
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આજે પણ 10 જિલ્લામાં ભારે વરસાદ વરસશે, આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે.  જોકે, ગઇકાલે સુરત અને નર્મદા જિલ્લામાં વરસાદે તબાહી મચાવી દીધી હતી. 

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે. દમણ દાદરાનગર હવેલી, તાપી ભરૂચ, ડાંગ, સુરત વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ,ભાવનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર ઓછું છે જે આગામી 2થી3 દિવસમાં વધશે. બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્રારકમાં ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠામાં પણ 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે.  આવનાર બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત ગાંધીનગમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું  અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું અનુમાન છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola