
Gujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચાર
Gujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે સાંજે 4:30 વાગે ચૂંટણીની તારીખોની જાહેરાત કરાશે. રાજ્ય ચૂંટણી આયોગ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે. જૂનાગઢ મનપાની સાથે ડ્યુ થયેલી પાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠક માટે ચૂંટણી જાહેર થશે.
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠક માટે ચૂંટણી જાહેર થશે. જૂનાગઢ મનપાની સાથે ડ્યુ થયેલી તમામ પાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થશે.
આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ બ્રીફિંગ રાખવામાં આવ્યું છે એટલે કે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. જેની અંદર 69 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. 69 માંથી બે નગરપાલિકા આવી છે કે જેની મધ્યસત્ર ચૂંટણી છે અને બાકીની 67 નગરપાલિકા એવી છે કે જેની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.
આની સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે અને એની તારીખની જાહેરાત પણ આજે કરવામાં આવશે. મહત્વની રીતે જોવા જઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ડ્યુ થઈ અને લગભગ દોઢથી બે મહિનાનો સમય વીતી ગયો છે અને એટલા માટે થઈ અને આજે આ ચૂંટણી જાહેર કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધુકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લાની મહેંદાવાદ, મહુધા, ડાકોર, ચકલાસી અને ખેડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. એ જ રીતે આણંદ જિલ્લાની આંકલવ, બોરિયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. મહિસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર સામાન્ય ચૂંટણી યોજાશે.
સાબરકાઠાની ખેડભ્રહ્મા, પ્રાંતિજ અને તાલોજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. પાટણની હારીજ, ચાણસમા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખો આજે રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરશે. એ જ રીતે મહેસાણાની ખેરાલું, વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત પણ આજે થશે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. વડોદરાની કરંજ નગરપાલિકા છે ચૂંટણીની તારીખ આજે જાહેર થશે.
જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જ સમાચારને લઈને વધુ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા.