Junagadh Heavy Rain | જૂનાગઢમાં ભારે વરસાદ, રસ્તા પર નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણી વહી રહ્યા છે.  પર્વત પર પાણી વહેતા હોવાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે. જૂનાગઢના મજેવડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા છે. ભવનાથમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જૂનાગઢના માંગનાથ રોડ પર પાણી ભરાયા છે.  આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.  ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 

જૂનાગઢના  માંગનાથ રોડ પર વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે.  વરસાદી પાણી દુકાન અને કોમ્પ્લેક્સના ભાગમાં ફરી વળ્યા છે.  ગટરના પાઇપ લાઈન કામ શરુ હોય સમસ્યા સર્જાઈ છે. વેપારીઓને  હાલાકી પડી રહી છે. માંગનાથ રોડ જૂનાગઢની મહત્વની બજાર મનાઈ છે. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola