Gujarat Rain Data | નવસારી-વલસાડમાં દે ધનાધન | ગણદેવીમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ

Continues below advertisement

Rain Update:હવામાન વિભાગની (Meteorological department forecast) આગાહી  (forecast)વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં ગત મોડી સાથે મેઘરાજેએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા. વલસાડ તાલુકામાં સાંજે ચાર કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદથી શહેરના નીચાવાળા વિસ્તારોમાં રસ્તા પાણી પાણી થયા. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળું ભારે વરસાદના કારણે જળમગ્ન થઇ ગયું છે.મોડી સાંજે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. લાંબા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકો  પરેશાન  થતાં હતા. હજુ પણ જિલ્લામાં ભારે .

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.   

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram