Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
આવતી કાલે રાજ્યભરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ યોજાશે નહીં. સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. રાજ્યના ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ 5 ઓગસ્ટની અપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ કરવામાં આવશે. બે દિવસથી આરટીઓના સર્વરમાં ધાંધ્યા છે અને તેના કારણે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બે દિવસથી આરટીઓના સર્વરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જેમણે અપોઈન્ટમેન્ટ લીધેલી હોય છે, ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે તેના ઉપર લાઈસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવાની હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી, ગઈકાલે પણ લોકો ધક્કા ખાય અને પાછા ગયા હતા અને આજે પણ લોકોને ધક્કા પડ્યા હતા. એનું કારણ એ છે કે જે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારનું પરિવહન પોર્ટલ અંતર્ગતનું જે સારતી પોર્ટલ છે, એ બંને વચ્ચે ટેકનિકલ ખામી સર્જાય છે. આ ટેકનિકલ ખામીના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ચાલુ નથી થતો. પરિણામે, આ બે દિવસથી લોકો ધક્કા ખાય છે.
આવતી કાલે પાંચમી તારીખની જે અપોઈન્ટમેન્ટ હતી, એ અપોઈન્ટમેન્ટ તમામ રદ કરી દેવામાં આવી છે અને એને રીશીડ્યુલ કરી દેવામાં આવી છે. એ તારીખ હજી જાહેર નથી કરી રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા, પરંતુ રીશીડ્યુલ થશે. આવતી કાલે કોઈ ધક્કો ના ખાય એ માટે અત્યારથી એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે વાહન વ્યવહાર કમિશન દ્વારા.
સૌથી મહત્વની બાબત એ છે કે વાહન વ્યવહાર માટેનું જે પોર્ટલ છે, સારતી પોર્ટલ, તે ઘણી જગ્યાએ કેટલાય દિવસો સુધી કાર્યરત નથી હોતું. તેમાં કોઈને કોઈ ખામી સર્જાતી હોય છે. પરંતુ પહેલી વખત ખૂબ જ મોટા પ્રમાણે, એટલે કે રાજ્યની તમામ આરટીઓ કચેરી અને એઆરટીઓ કચેરીના જે ઓટોમેટેડ ટ્રેક આવેલા છે, તેની સાથેનો જે કમ્યુનિકેશન છે, કમ્યુનિકેશન કોલેપ્સ થયું છે. અને એના પરિણામે આ સૌથી મોટી સમસ્યા બે દિવસથી સર્જાય છે.
આવતી કાલની અપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ થશે. ત્યારથી આ જીરે નાભાર જાણકારી આપવા માટે, તો સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે આવતી કાલે લાઈસન્સ માટેની ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં યોજાય.