Kheda News: ખેડાના ઠાસરા નગરપાલિકાના શૌચાલયને તાળા મારતા વેપારીઓ અને સ્થાનિકોને થઈ રહી છે હાલાકી

ખેડાના ઠાસરા નગરપાલિકાના જાહેર શૌચાલયને છેલ્લા કેટલાય સમયથી તાળા મારવામાં આવ્યા છે. શૌચાલયને તાળા મરાતા આજુબાજુના રહીશો અને વેપારીઓ પરેશાન થયા. શૌચાલયની નજીકમાં જ  સરકારી હોસ્પિટલ સહિતની અનેક કચેરીઓ આવેલી છે. જેથી અહીં આવતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. આ બાબતનું કારણ જાણવા abp અસ્મિતાની ટીમ ઠાસરા નગરપાલિકાના અધિકારીઓ પાસે પહોંચી હતી. તો અધિકારીઓએ તાત્કાલિક શૌચલય ખોલાવવાની ખાતરી આપી. તો એન્જિનિયર સાહેબે એવો લૂલો બચાવ કર્યો કે જાહેર શૌચાલયમાં હજુ સુધી કામ ચાલે છે. પણ સાહેબ સવાલ એ છે કે કામ ચાલતુ હતુ તો કામગીરી કે કારીગરોની જગ્યાએ તાળા કેમ દેખાય છે. રહિશોએ પણ કહ્યું કે કામગીરી તો 4 મહિના પહેલા પૂરી થઈ ગઈ. સરકારી પ્રશાસનને કારણે અંતે પ્રજા પરેશાન થઈ રહી છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola