Botad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકી

બોટાદ તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ KYC માટે અરજદારોની લાગી કતાર. અરજદારોએ અવ્યવસ્થા હોવાનો આરોપ લગાવ્યો.. સાથે જ સમયસર કામગીરી કરવામાં ન આવતી હોવાનો પણ દાવો કર્યો. જેને લઈ હાલાકી ભોગવવા અરજદારો મજબૂર બન્યા. અને કામગીરી માટે તાલુકા સેવાસદનમાં વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે. તેમ છતા યોગ્ય કામગીરી નથી થતી. આ મુદ્દે મામલતદારે જવાબ આપ્યો કે. મામલતદાર કચેરી સિવાય 22થી 25 જગ્યા પર આધાર કાર્ડ અને રેશન કાર્ડ KYC ની કામગીરી ચાલી રહી છે.. તેમ છતા લોકો અહીં આવે છે. અને ટોકન આપવામાં આવે છે.. તેમ છતા ટોકન મુજબ કામગીરીમાં જોડાતા ન હોવાથી કતારમાં ઉભા રહે છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola