ગોધરાના છાવડ ગામેથી 9.87 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા, જુઓ વીડિયો
પંચમહાલ જિલ્લામાં જૂની ચલણી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત છે ગોધરા તાલુકાના છાવડ ગામે થી 9.87 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમોને SOGએ ઝડપી પાડયા હતા. વિતેલા ચાર માસ દરમ્યાન 5 કરોડ ઉપરાંતની જુની ચલણી નોટો પકડાઈ ચુકી છે. ઝડપાયેલા ઈસમોની પૂછ પરછ કરતા સોમાભાઈ ભાવસિંહ બારીયા મૂળ છાવડ ના વતની હોવાનું જણાવ્યું હતું જયારે અન્ય વિનોદ ફતેસિંહ શિકારી ગોધરા તાલુકાના કેવડિયા ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું.