Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!

 કોળી સમાજના ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે સમાજના સંગઠનમાં મોટો વિવાદ સર્જાયો. કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા પડ્યા હોય તેવી સ્થિતિ ઉદભવી છે.. અખિલ ભારતીય કોળી સમાજમાં નિમણૂક મુદ્દે કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંરવજી બાવળિયાએ ગંભીર આરોપો લગાવ્યા. કુંવરજી બાવળિયાએ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં થયેલી નિમણૂક અંગે સવાલો ઉઠાવ્યા. હીરા સોલંકી અને કનુ પટેલની નિયુક્તીને લઈને બાવળિયાએ સવાલ પૂછ્યો કે, સમાજના બંધારણથી વિપરિત જઈને કેમ નિમણૂક કરવામાં આવી. હીરા સોલંકી,કનુ પટેલ,ઝંખના પટેલ સહિતના નેતાઓ  કુંવરજી બાવળિયાની સામેના ગ્રૂપના હોવાનું માનવામાં આવે છે.. કુંવરજી બાવળિયાએ એવો પણ દાવો કર્યો કે, મનસ્વી રીતે પોતાને પ્રમુખ જાહેર કરી સમાજને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે..આખરે કુંવરજી બાવળિયાએ શું આરોપ લગાવ્યો તે આપને સંભળાવીએ..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola