Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ
Continues below advertisement
Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ
બનાસકાંઠા જિલ્લામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર મળ્યા છે. આ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે, હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસા તાલુકાના માલગઢ ગામની ઘટના. એક જ સમાજના બે જૂથો વચ્ચે સર્જાઈ હિંસક અથડામણ. ડીસા ભીલડી હાઇવે પર આવેલ કુપટ ગામના પાટીયા પાસે હોટલ પર સર્જાઇ હતી મારામારી. હોટલ પર બે જૂથ અથડામણમાં અનેક વાહનોને મોટું નુકસાન. જુથ અથડામણ ની ઘટનામાં 8 લોકો થયા ઇજાગ્રસ્ત. બન્ને જૂથોના લોકોને પહોંચી ઇજાઓ. સારવાર માટે તમામ ઇજાગ્રસ્તોને ખસેડાયા ડીસાની જનરલ હોસ્પિટલ. ઘટના ને પગલે ડીસાની જનરલ હોસ્પિટલમાં પણ સર્જાઈ હતી તણાવભરી સ્થિતિ. સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી.
Continues below advertisement