Bilimora Accident : બીલીમોરામાં 2 સગીરોએ કર્યો આપઘાત, મહિલા ઘાયલ, બાળકીનો આબાદ બચાવ
Bilimora Accident : બીલીમોરામાં 2 સગીરોએ કર્યો આપઘાત, મહિલા ઘાયલ, બાળકીનો આબાદ બચાવ
બીલીમોરાની કોન્વેન્ટ સ્કૂલ પાસે દુબાર સાયન્સમાં અભ્યાસ કરતા બે સગીરોએ અકસ્માત સર્જ્યો. બેદરકારી પૂર્વક કાર ચલાવી સગીરોએ મોપેડ ચાલક રચના ગાંધી નામની મહિલાની અડફેટે લીધી. આકસ્માતમાં રચના ગાંધી નામની મહિલાને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરત ખસેડવામાં આવી. જ્યારે કે મોપેડ પર મહિલા સાથે સવાર 10 વર્ષની બાળકીનું આબાદ બચાવ થયો. આ અકસ્માત સમયે એક સગીર કાર હંકારી રહ્યો હતો. તરીકે બીજો બાજુની સીટ પર બેઠો હતો. આ બંને સગીર કોન્વેન્ટ સ્કૂલમાં આયોજિત ફેરવેલ કાર્યક્રમ માટે આવ્યા હતા. હાલ તો બીલીમોરા પોલીસે આ બંને સગીરોની અટકાયત કરી છે અને વધુ કારવાહી હાથ ધરી છે.