ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી, જુઓ વીડિયો
અમૂલ ડેરીમાં ડિરેક્ટરની નિમણુક મુદ્દે ઉમરેઠના ધારાસભ્ય ભાજપથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સાંસદ મિતિષ પટેલ પર આરોપ લગાવી રાજીનામાની ચિમકી આપી હતી. અમુલની ડિરેક્ટર પદની ચૂંટણીમાં આણંદ ભાજપ સંગઠનેએ કોઈ મદદ ના કરી જેથી 3 મતો થી હાર થઈ હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો.