Amit Shah | CAAથી દેશમાં શરણાર્થીઓને ન્યાય મળ્યો, INDIA ગઠબંધને શરણાર્થીઓને ન્યાય ન આપ્યો
અમિત શાહે કહ્યું કે, આજ સુધી કહેવાતા શરણાર્થી હવે ભારતમાના સંતાન છે. મારા જેવા કાર્યકર્તા માટે ભાવુક ક્ષણ છે. caa દેશના લાખો લોકોને નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી. લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાયદો છે. કોંગ્રેસ પાર્ટીની તુષ્ટિકરણ ના કારણે 1947 થી 2014 સુધી શરણમાં આવ્યા તેમને ન્યાય ન મળ્યા. તેઓ હિન્દૂ,બૌદ્ધ,શીખ હતા એટલે પડોશી દેશમાં તો અન્યાય થયો,પોતાના દેશમાં પણ અન્યાય થયો. INDI એલાયન્સના કારણે આ શરણાર્થીઓ હેરાન થયા. CAA કેમ લાવ્યા તેની વિગત આપું. કોઈ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ન લેવું જોઈએ. ભારતનું વિભાજન ધર્મના આધારે થયું જેના કારણે દંગા થયા. ભારતના કરોડો લોકો ભૂલી નથી શકતા કેટલી વેદના ઉઠાવી છે. પરિવારના પરિવાર ખાલી થયા,કરોડપતિઓ રોડ પર શાકભાજી વહેંચવા મજબુર બન્યા. વિભાજનનો નિર્ણય તો કર્યો પણ કોંગ્રેસની સરકારે નક્કી કરેલું કે પડોશી દેશમાંથી આવનારને નાગરિકતા આપીશું. પણ ચૂંટણી આવી નિર્ણય થી ફરી ગયા. 1947,1948,1950 અને જવાહરલાલ નહેરુએ આપેલ વચન ભૂલતા ગયા. વોટબેંક ને નારાજ કરવા નહોતું માગતું કોંગ્રેસ. કેટલી માતા બહેનો પર અત્યાચાર થયા. 1947-2019 અને 2024 સુધીની યાત્રા દેશ યાદ રાખશે. જેમણે સરકાર ચલાવી તેમને પૂછવું છે કે આ લોકોનો શુ દોષ હતો. એક બાજુ તમે સીમાંથી ઘુસપેઠ કરી.બીજી બાજુ આમને નાગરિકત્વ ન અપાયું. અમે 2014 માં વાયદો કરેલો અને 2019 માં CAA કાયદો અમલમાં મુક્યો. હું ઘણો સમય ચૂપ રહ્યો. 2019 માં કાયદો પાસ થયા બાદ પણ ભડકાવવામાં આવ્યા. મુસ્લિમ ભાઈઓને આહવાન કરું છું એ કાયદામાં કોઈની નાગરિકતા છીનવાશે નહિ. આપણા દેશના લોકો નિરાશ્રિત નહિ રહે. આ વિલંબ સરકારના કારણે થયો.ભૂતકાળની સરકારના કારણે થયો. મને આજે સંતોષ છે મારા રાજ્યમાં 188 પરિવાર ભારત માતા ના પરિવાર બન્યા છે. શરણાર્થીઓને અપીલ છે કોઈ પણ ગુમરાહ કરે તેને ન માનતા. તમારી સાથે જે અન્યાય થયા તેનો ન્યાય અપાવવાનો કાયદો છે. વિપક્ષના મિત્રો પૂછે છે caa કેમ. વિભાજન સમયે બાંગ્લાદેશમાં 27 ટકા હિન્દૂ હતા આજે 9 ટકા છે. કારણ છે ધર્મ પરિવર્તન. નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે અર્થતંત્ર પરિવારવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર થી પીડિત છે. 10 વર્ષમાં આ તમામ પાસાઓ સામે લડ્યા. પારિવારિક પાર્ટીઓને જનતાએ ઘોર પરાજય આપ્યો. ગરીબ,મહિલા,યુવા અને કિસાન આ ચાર લોકોમાં દેશ વહેંચાયેલો છે.