
ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા
Continues below advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union home minister Amit Shah ) પરિવાર સાથે પોતાના વતન માણસામાં તેમના કુળદેવી બહુચર માતાજીની પૂજા - અર્ચના કરી હતી. અમિત શાહ નવરાત્રી દરમિયાન દર વર્ષે બીજા નોરતે પોતાના કુળદેવીના દર્શન કરવા માણસા જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી શાહનો આ નિયમ રહ્યો છે. જોકે આ વર્ષે બીજના બદલે એકમ એટલે કે પહેલા નોરતે તેઓ બહુચર માતાજીની પૂજા કરવા પહોંચ્યા હતા.
Continues below advertisement