Amreli Protest News: અમરેલી જિલ્લાના સીમરણ ગામના માલધારી સમાજનો અનોખો વિરોધ
અમરેલી જિલ્લાના સીમરણ ગામના માલધારી સમાજનો અનોખો વિરોધ. મોટી સંખ્યામાં પશુઓ સાથે માલધારીઓ મામલતદાર કચેરી પર પહોચીને ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદે કબજાને દુર કરવા રજૂઆત કરી. માલધારીઓનો આરોપ છે કે ગામની અંદાજીત 1800 પૈકી માત્ર 500થી 600 વીઘા ગૌચર જમીન ખુલ્લી છે. સરકારી ખરાબાની જમીન પર પણ ગામના કેટલાક લોકોએ ગેરકાયદે કબજો કરી લીધો જેથી. જેથી તેમને પશુઓ માટે ચારો મળતો નથી.. અનેકવાર રજૂઆત કર્યા છતા હજુ સુધી તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હાલ સ્થિતિ એવી છે કે માલધારીઓને પોતાના પશુઓ ચરાવવા માટે એક ગામથી બીજા ગામ જવુ પડી રહ્યું છે.. ગામના સરપંચ સહિત માલધારીઓએ આજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી. સાથે જ આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધની માલધારીઓએ ચીમકી ઉચ્ચારી.