Unseasonal rain predicted: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર આવ્યા માવઠાના સમાચાર. રાજ્યમાં ગરમીના આકરા પ્રકોપ વચ્ચે માવઠાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યમાં 3થી 6 મે વચ્ચે હવામાન વિભાગે માવઠાની કરી છે આગાહી..
3 મેના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું. તો 4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠાનું અનુમાન.. સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ. તો વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. 5 મેના દિવસે સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં છૂટ્ટા છવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું.
તો ત્રીજી મે સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે યથાવત. હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીની આગાહી કરી.. આજે અમદાવાદ સહિત કચ્છ, મોરબી, રાજકોટ તેમજ બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ હીટવેવનું અનુમાન વ્યક્ત કરાયું.. કાળઝાળ ગરમી બાદ ત્રીજી મે થી પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થવાની આગાહી કરાઈ.