Valsad Rain : વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ, જુઓ આ વીડિયોમાં સ્થિતિ
વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે.. વાપી અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે..આજે વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..તેની વચ્ચે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગ્યો છે.વાપીમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે..
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. તો સાવરકુંડલા અને ઉમરપાડામાં દોઢ ઈંચ વરસ્યા ખાબક્યો હતો. તાલાલા અને ઝઘડિયામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં એક ઈંચ, હાંસોટમાં એક ઈંચ, જૂનાગઢના માંગરોળમાં એક ઈંચ, જેસરમાં એક ઈંચ, મળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેર અને તળાજામાં પોણો ઈંચ વરસ્યો હતો.