વલસાડના ધરમપુર ચોકડી પાસે યુવકને દોરી વાગતા ઇજા, જુઓ વીડિયો
વલસાડના ધરમપુર ચોકડી નજીક બાઈક પર ઘરે પરત ફરતા યુવાનને પતંગની દોરીથી હાથ પર ઇજા પહોંચી હતી. વલસાડ ધરમપુર ચોકડી નજીક 27 યુવાન અંકિત આહીર નવસારીમાં નોકરી પૂર્ણ કરી પોતાના બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતા તેને બંન્ને હાથે ઇજા પહોંચી હતી. બાદમાં તેને 108 મારફતે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો