Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
Continues below advertisement
Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા
વલસાડના કુંડી ગામે મળસ્કે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા. કુંડી ગામમાં હાજી તળાવ ફળિયામાં સવારે 6 વાગ્યા આસપાસ ભારે પવન ફુંકાતા લગભગ ૧૦ થી ૧૫ ઘરના પતરા ઉડ્યા. કુંડીના હાજી તળાવ ફળિયામાં ભારે પવન અને વરસાદને કારણે કેટલાક ઘરોની દીવાલ પણ તૂટી ગઈ હતી.. તેમજ વૃક્ષોની ડાળીઓ તૂટી ઘરો પર પડી હતી. ભારે પવન ફુંકાતા પતરાના આખા ને આખા શેડ હવામાં ઉડ્યા હતા.. જેના કારણે ઘરના બારણામાં તેમજ શેરી રસ્તા પર પતરાના ટુકડા ફેલાયા અચાનક પતરા તૂટતાં ઘરોમાં પાણી ભરાયાં. કુંડી ગામના હાજી તળાવ ફળિયામાં ૧૦ થી ૧૫ જેટલા ઘરોમાં ભરી નુકશાન થયું છે પરંતુ સદનસીબે કોઈ પણ જાતની જાનહાની થઈ ન હતી..
Continues below advertisement
Tags :
Valsad Rains