Junagadh News: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ મંદિરમાં તોડફોડ, સાધુ-સંતોમાં ભારે આક્રોશ

Continues below advertisement

જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ મંદિરમાં તોડફોડ. નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યામાં મોડી રાત્રે ચાર શખ્સોએ તોડફોડ કરતા સંતો અને શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાય.. ગૌરક્ષનાથ મંદિરના મહંત સોમનાથ બાપુએ ઘટના અંગે જણાવ્યું કે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા શખ્સોએ રૂમને બહારથી તાળુ મારીને મંદિરમાં તોડફોડ કરી. આવારાતત્વોએ મંદિરની મૂર્તિને ખંડિત કરી, કાચ તોડી નાંખ્યા એટલુ જ નહીં. પૂજાની અન્ય સામગ્રીને પણ અસ્તવ્યસ્ત કરી નાંખી.. ઘટના બાદ સાધુ સંતોએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી.. સાથે જ ધર્મ વિરૂદ્ધનું કૃત્ય કરનારાઓને વહેલી તકે પકડીને કડક કાર્યવાહી કરવાની સાધુ-સંતોએ માગ કરી.. આ કૃત્ય જૈન સંપ્રદાયના લોકોએ કર્યુ હોવાની મહંત સોમનાથ બાપુએ આશંકા વ્યક્ત કરી.. ઘટનાની જાણ થતા એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.. અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી.. 

મંદિરમાં તોડફોડને લઈને સાધુ-સંતોમાં ભારોભાર આક્રોશ છે. મહંત જ્યોર્તિનાથજીએ ઘટનાને વખોડીને કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય હોવાની આશંકા વ્યક્ત કરી.. સાથે જ આવા તત્વોને શોધી કડક કાર્યવાહી થાય તેવી સરકાર સમક્ષ માગ કરી.. તો કચ્છ એકલધામના મહંત દેવનાથ બાપુએ આકરી ટીકા કરતા કહ્યુ કે વારંવાર મંદિરો પર હુમલાના બનાવો બને છે.. જો ઝડપથી કાર્યવાહી નહીં થાય તો સંતોને રોડ પર ઉતરવાની ફરજ પડશે તેવી પણ દેવનાથ બાપુએ ચીમકી ઉચ્ચારી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola