Vav Bypoll 2024: માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો ચૂંટણી જંગ

Continues below advertisement

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ આ બેઠક પર અપક્ષ ગણાતા અને ભાજપના નેતા એવા માવજીભાઈ પટેલ ફોર્મ પરત ખેંચવા અંગે માન્યા નથી. આ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે ભાજપમાંથી ટીકીટ ન મળતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. માવજીભાઈ પટેલનું કહેવું છે કે મેં ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી પરંતુ મારા નામનું મેન્ડેડ ના આવતા મેં અપક્ષ ઉમેદવારી કરી છે જોકે પાર્ટી મારી અને પ્રજાની લાગણી ન સમજી અને મને ટીકીટ ન આપતા મેં આખરે અપક્ષ ઉમેદવારો નોંધાવી છે. મને પક્ષ પરતે કોઈ નારાજગી નથી મેં વિધાનસભા લોકસભામાં પણ ભાજપ માટે બહુ કામ કર્યું છે ભાજપને કોઈ નુકસાન નથી કર્યું પ્રજાની લાગણી હતી કે તમે ધારાસભ્ય થાઓ. મને ત્રણ તાલુકા ની પ્રજા ઉપર સંપૂર્ણ ભરોસો છે ભાજપ વાળા ને મને સમજાવવાની તકલીફ લેવાની જરૂર નથી પ્રજા મારી સાથે છે અને જીતનો પૂરો વિશ્વાસ છે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે.હું મારું ફોર્મ પરત નહિ ખેચુ... તમામ સમાજના લોકો મારી સાથે છે હું ચૂંટણી લડીશ અને ચોક્કસ જીતીશ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram