Vav Bypoll Election 2024: Voting Updates : વાવ બેઠક પર મતદાન શરૂ

Continues below advertisement

આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે. કારણ કે બંને ઉમેદવારોનું મતદાન ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે.

વાવ વિધાનસભા પેટા ચુંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મા-બાપના આશીર્વાદ લીધા. સ્વરૂપજી ઠાકોરે ગૌમાતાની પણ પૂજા કરી. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે, વાવ બેઠકના તમામ સમાજના લોકો તેમની સાથે છે. ભાજપ શાસિત રાજ્યમાં વાવ બેઠક પર ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાથી પંથકમાં વિકાસ કામો ન થયા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જંગી લીડથી જીતશે તેવો સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram