Vegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણ
Continues below advertisement
શિયાળામાં શાકભાજીના ભાવ સસ્તા થતા હોય છે, પરંતુ હાલ કોબીજ અને ફ્લાવર ₹40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આજ ફ્લાવર અને કોબીજ ખેડૂતો ફક્ત એકથી બે રૂપિયા કિલોમાં વહેચી રહ્યા છે એટલે કે ગ્રાહક સુધી પહોંચતા જ ફ્લાવર અને કોબીજના ભાવ ₹40 રૂપિયા સુધી પહોંચી જાય છે. ગ્રાહકોના મતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને તેમને વધુ પૈસા ચુકવવા પડે છે કેમ કે વચેટિયાઓને જ ફાયદો થાય છે. ખેડૂત હોલસેલના વેપારીને એકથી બે રૂપિયા કિલો એક નંગ વહેચે છે. હોલસેલનો વેપારી રિટેલના વેપારીને 15 થી 20 રૂપિયા કિલો વેચે અને આ જ ફ્લાવર અને કોબીઝ રીટેલ માર્કેટમાં આવે ત્યારે તેનો ભાવ ₹40 રૂપિયા પહોંચી જાય છે.
Vegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણ
Continues below advertisement