Video: માસ્ક પહેર્યા વિના બારડોલીની યુવતીએ કર્યો જોરદાર સ્ટન્ટ, પોલીસે શું કરી કાર્યવાહી?
સુરતના બારડોલીની યુવતી માસ્ક પહેર્યા વિના છૂટા હાથે બાઈક રાઈડ કરવું ભારે પડ્યું હતું. સ્પીડમાં બાઇક ચલાવવાતી સંજના નામની યુવતીનો વીડિયો વાયરલ થતા યુવતીને જેલમાં જવાની નોબત આવી હતી. લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છૂટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક ચલાવી રહી છે. વીડિયોમાં યુવતી સ્ટંટ કરતી પણ જોવા મળી રહી છે અને આ વીડિયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો.જેના આધારે ઉમરા પોલીસે યુવતીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.