ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદીર નજીક દરીયાની ચોપાટી પાસે જાહેરનામાનો ભંગ, જુઓ વીડિયો
સોમનાથ મંદીર નજીક આવેલી ચોપાટી પાસે દરીયામાં પ્રવેશવા કે પગ પલાળવા પર પ્રતિબંધ છે. છેલ્લા ઘણા સમય થી કલેક્ટર દ્રારા જાહેરનામું બહાર પડેલ છે અને ચુસ્ત સુરક્ષા અને વારંવાર યોજાતાં મોકડ્રીલો વચ્ચે ટુરીસ્ટોને દરીયાની સહેલ કરાવતાં એક સ્પીડ બોટ દરીયા કીનારા નજીક પલટી હતી જેમાં ચાર પ્રવાસીઓ દરીયામાં પડ્યાં હતાં. સદનસીબે આસપાસના લારી ગલ્લા વાળાઓ દોડી તમામને બચાવી લીધાં હતાં. સોમનાથ મંદીર પર ધમકીઓ મળી હોય જેના કારણે સોમનાથને ઝેડ પ્લસ સુરક્ષા પુરી પડાય છે. ત્યારે આ ઘટનાએ સોમનાથ સુરક્ષા વિભાગ અને પોલીસ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.