Viramgam Paddy Scam: વિધાનસભા બહાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, વિરમગામના ધારાસભ્ય પર લગાવ્યા આરોપ

વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ડાંગર ખરીદી બાદ ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા ખાતે પહોંચ્યા.જ્યાં વિધાનસભાના ગેટ બહાર કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. ખેડૂતોએ ભાજપના જ ધારાસભ્ય પર લગાવ્યા ગંભીર આરોપ. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કૌભાંડી સૂફિયાન મંડલીના ધારાસભ્ય સાથે છે અંગત ઘેરાબો.  ન માત્ર આરોપ લગાવ્યા પણ નેતાજીના પત્ની જે કાર અને એક્ટિવા વાપરે છે તેની પણ તપાસ કરવાની માગ કરી. વિરમગામમાં ડાંગર ખરીદીમાં 3 કરોડ 76 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. 1221 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી. જોકે 294 ખેડૂતને હજુ સુધી નાણાં ચૂકવાયા નથી. પોર્ટલના આઈડીના માધ્યમથી આખુય ડાંગર કૌભાંડ આચરવામાં આવ્યું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola