Visavadar by Election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ , 16 ઉમેદવારો વચ્ચે જામશે પેટાચૂંટણીનો જંગ

Visavadar by Election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ , 16 ઉમેદવારો વચ્ચે જામશે પેટાચૂંટણીનો જંગ

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 16 ઉમેદવારો વચ્ચે જામશે જંગ.. અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવેલ સિહોરના પતિ-પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ ફોર્મ પરત ખેંચ્યુ. જ્યારે દલસુખ હિરપરા નામના અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યુ. ત્રણેય અપક્ષ ઉમેદવારોએ સ્વેચ્છાએ જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાનો દાવો કર્યો છે.. ત્યારે વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને લોકશક્તિ ડેમોક્રેકિટ પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ સહિત કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.. ઉમેદવારોની સંપતિની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે 31 કરોડની મિલકત દર્શાવી છે.. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ 26 લાખ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 14 લાખ 18 હજાર 509 રૂપિયાની સંપતિ દર્શાવી છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola