Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 68 પાલિકામાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. માત્ર 40 ટકા મતદાન થયું હતું. મતદાન ઓછું થવા પાછળ ભાજપે લગ્નગાળાનું કારણ આપ્યું હતું.
આજે વહેલી સવારથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી મતદાન EVM દ્વારા શરુ કરવામાં આવ્યું હતું જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 18 ફેબ્રુઆરી મંગળવાર 2025ના રોજ મતગણતરી કરાશે.
જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતદાન સમયે EVMમાં ક્ષતિની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પાંચ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ EVMમાં કેદ થયું છે.