Vav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાન

વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે. તમામ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અવસરને મનાવ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, આજે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola