ABP અસ્મિતાના અહેવાલ બાદ આ ગ્રામજનોની પાણીની સમસ્યા ઉકેલાઈ
બોટાદ: તાલુકાનું હામાપર ગામ આશરે 5000ની વસ્તી ધરાવતું ગામ છે અહીં ભર ઉનાળે પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ હતી જેને લઈ ગામ લોકો દ્રારા વારંવાર બે મહિના સુધી જવાબદાર અધિકારીઓને રજુવાત કરવામાં આવેલ પણ કોઈ જાતની કામગીરી અથવા તો કોઈ સંતોષ કારક જવાબ અધિકારીઓ દ્રારા મળતો ન હતો જેને લઈ ગામ લોકો દ્રારા એ.બી.પી. અસ્મિતાનો સંપર્ક કરતા એ.બી.પી. અસ્મિતા હામાપર ગામે પહોંચ્યું હતું અને ગામની સ્થિતિ મુજબની પરિસ્થિતિ એ.બી.પી. અસ્મિતા ના હું તો બોલીશ કાર્યક્રમમાં પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું અને પશુના અવેડામાંથી પાણી પીતા ગામ લોકોના ઘર સુધી નળ હતા પણ પાણી આવતું ન હોય તે વાત ની ગંભીરતાને ધ્યાને લઇ ઘર સુધી પાણી મળી રહે તેવી તંત્ર દ્રારા કામગીરી કરી આજે દર 5 દિવસે ગામ લોકોને પાણી મળી રહે તે મુજબ નું આયોજન થતા મહિલાઓમાં એક અનેરો આનંદ જોવા મળ્યો.