Weather Forecast | હજુ પણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આવતીકાલે 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતને હજુ પણ ભારે વરસાદથી રાહત મળવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં કચ્છ , દેવભૂમિ દ્વારકા , જામનગર , પોરબંદર , જૂનાગઢ , રાજકોટનો સમાવેશ થાય છે. અહી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મોરબી , અમરેલી , ભાવનગર , ખેડા , આણંદ , ભરૂચ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , તાપી , સુરત , નવસારી , ડાંગ , વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદના કારણે રાજ્યમાં 1210 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 217 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વડોદરા જિલ્લામાં 127 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જામનગર જિલ્લામાં 116, દ્વારકા જિલ્લામાં 110 ગામ અને ખેડા જિલ્લામાં 100 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.