Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ પણ સારા વરસાદ માટે જોવી પડશે રાહ

Continues below advertisement

ખેડૂતોના માટે માઠા સમાચાર. હજુ પણ સારા વરસાદ માટે જોવી પડશે રાહ.. ચોમાસું હજુ પણ નવસારી અટવાયું છે. અને આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે..અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે 40થી 45 કિલોમીટરની ઝડપે પણ ફૂકાશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી,વલસાડ, તાપી, પોરબંદર ,જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram