Weather Forecast: એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
'ઉત્તર...મધ્ય અને દક્ષિણ ગુજરાત.... જ્યાં આજે વરસશે અતિભારે વરસાદ. 'હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ભારેથી અતિભારે વરસાદ વરસશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના મતે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. તો રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.