Weather Update: સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી, લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સલાહ

Continues below advertisement

Weather Update: સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી, લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સલાહ

સુરેન્દ્રનગર જીલ્લા ના વહીવટી તંત્ર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે પ્રથમ દિવસે સુરેન્દ્રનગ૨જીલ્લામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીથી ઉપર પહોંચી જતા લોકો સહિત પશુ-પક્ષીઓ અસહ્ય ગરમીથી અકળાયા હતા અને બજારો પણ સુમસામ નજરે પડી હતી.

રાજ્યમાં કમૌસમી વરસાદ અને વાવાઝોડા બાદ હવે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રસહિત અમુક જીલ્લાઓમાં હિટવેવની આગાહી કરી છે અને યલો એલર્ટપણ
જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ એકાએક તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે જેમાં ૪૦ ડીગ્રીથી વધીને તાપમાન ૪૫ ડિગ્રી સુધી નોંધાતા પ્રજાજનો ત્રાહીમામ પોકારીઉઠ્યા છે. અસહય ગરમીના કારણે શહેરની બજારો બપોર બાદ સુમસામ બની જાય છે. લોકો ગરમીના કારણે બપોર બાદ ઘરની અંદર રહેવાનું વધુ પસંદ કરેછે. ગરમીથી બચવા નાના બાળકો, યુવાનોસહિતનાઓ શેરડીનો રસ, લીંબુસરબત જેવા ઠંડા પીણાં પીતાંનજરે પડ્યા હતા.  હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે રાજ્યના તમામ શહેરોમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી અંદાજે ૪૨ ડિગ્રી કરતા પણ વધુ તાપમાન નોંધાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કામ શિવાય બહાર નાં નીકળવું અને હિટવે થી બચવા માટે છાંયડા માં રહો અને બને તેટલું પાણી નો વધું ઉપયોગ કરવો જ્યારે જીલ્લા તંત્ર દ્વારા કર્મચારીઓ નાં સ્વસ્થ ની પણ ચકાસણી કરવમાં આવી રહી છે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram